VIDEO: બોટાદના ગઢડા તાલુકાનો ભીમદાડ ડેમ ઓવરફ્લો
ગુજરાતના બોટાદ જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલો ભીમદ
ગુજરાતના બોટાદ જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલો ભીમદાડ ડેમ ફરીવાર ઓવરફ્લો થયો, જેનાથી આસપાસના ગામોના ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે. ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમ 100 ટકા ભરાઈ ગયો હતો, અને ગઈકાલે ભીમદાડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદે ડેમને 5 સે.મી.થી ઓવરફ્લો કરાવ્યો. આનાથી ખેતી માટે સિંચાઈ અને પીવાના પાણીની સુવિધામાં રાહત મળશે.



