VIDEO: સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ, થોરીયાળી અને ભોગાવો-1 ડેમ 100 ટકા ભરાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નદી નાળા છલાકાયા છે. લીમડીમાં આવેલો ભોગાવો -1 ડ
સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નદી નાળા છલાકાયા છે. લીમડીમાં આવેલો ભોગાવો -1 ડેમ અને થોરીયાળી ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. સાયલાની 22 હજારની વસ્તી તેમજ પશુધન માત્ર આ એક જ ડેમ પર આધારિત છે. થોરીયાળી ડેમ સો ટકા ભરાઈ જતા નીચાણવાળા ગામોને નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવાની સૂચના અપાઈ છે.
થોરીયાળી ડેમમાં નવા નીર આવતા ડુબ વિસ્તારમાં આવતા થોરીયાળી, નવા જસાપર, મોટા કેરાળા, વડીયા, સમઢીયાળા, જુની મોરવાડ, નવી મોરવાડ, વસ્તડી, જુના જસાપર, સહિત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. થોરીયાળી ડેમમાંથી સાયલા, ચુડા, વઢવાણ જેવા ત્રણ તાલુકાના ૧૪ જેટલા ગામોની ખેતી માટે પિયત પાણી કેનાલ મારફતે અપાય છે.




