મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 200 કરોડની સંપત્તિ દાન કરીને હિંમતનગરનું ભંડારી દંપતી 22મીએ દીક્ષા લેશે, પુત્ર-પુત્રીએ અગાઉ લઈ લીધો છે સંન્યાસ

આજની હાડમારી જીંદગીમાં લોકો રૂપિયા કમાવવા પાછળ પડ્યા છે, ત્ય

VIDEO: 200 કરોડની સંપત્તિ દાન કરીને હિંમતનગરનું ભંડારી દંપતી 22મીએ દીક્ષા લેશે, પુત્ર-પુત્રીએ અગાઉ લઈ લીધો છે સંન્યાસ

આજની હાડમારી જીંદગીમાં લોકો રૂપિયા કમાવવા પાછળ પડ્યા છે, ત્યારે કેટલાક એવા લોકો પણ હોય છે જેઓ જીંદગીભરની પૂંજીને દાન કરીને સંન્યાસના માર્ગે જાય છે, સાબરકાંઠાના જૈન ઉદ્યોગપતિ ભાવેશ ભંડારી પોતાની કરોડો રૂપિયાની સંપત્તિનું દાન કરીને પત્ની સાથે સંન્યાસ લેવા જઈ રહ્યા છે. હિંમતનગરના રહેવાસી ભાવેશ ભંડારી ધનાઢ્ય પરિવારમાંથી આવે છે. બિલ્ડીંગ કન્ટ્રક્શનના વેપાર સાથે જોડાયેલા છે.

તેમનો પરિવાર જૈન ધર્મમાં અતૂટ આસ્થા ધરાવે છે. તેમના 16 વર્ષના દીકરાએ તથા 19 વર્ષની દીકરીએ એક સાથે દીક્ષા લઈને સંસારનો ત્યાગ કરીને સંન્યાસ લીધો છે. બે વર્ષ પહેલા પુત્ર અને પુત્રીએ સુરતમાં દીક્ષા લીધા બાદ પુત્રને સાત્વિક તિલક મહારાજ સાહેબ અને દીકરીને સાધ્વીજી નંદિતાશ્રીજી મહાસતીજી નામ મળ્યું છે.

દીક્ષા લેનારા બન્ને મુમુક્ષુ ભાવેશ ભંડારીની ઉંમર 46 વર્ષ અને જિનલબેન ભંડારીની ઉંમર 42 વર્ષ છે. હિંમતનગરમાં હાથી-ઘોડાની સવારી સાથે ભવ્ય વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મુમુક્ષુ ભંડારી દંપતીએ 200 કરોડથી વધુની સંપત્તિનું દાન કર્યું હતું. 22 એપ્રિલે અમદાવાદના પાલડી ખાતે રિવરફ્રન્ટ પર એક સાથે 35 લોકો દીક્ષા લેશે.

આ સમાચાર શેર કરો