VIDEO: ચોમાસામાં પોતાનું વાહન પાર્ક કરતા પહેલા સાવધાન, રેસ્ટોરન્ટના પાર્કિગની કારમાંથી નીકળ્યો સાપ
રાજ્યમાં હાલ વરસાદી વાતાવરણ છે, રાજ્યાન વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે
રાજ્યમાં હાલ વરસાદી વાતાવરણ છે, રાજ્યાન વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ચોમાસામાં વાહન પાર્ક કરતી વખતે સાચવવાની જરૂર છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાં ન્યુ 150 ફૂટ ના રિંગ રોડ પર આવેલી રેસ્ટોરન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં સાપ નીકળ્યો હતો.
કારના બોનેટ માં સાપ ઘૂસ્યો
પરિવાર કાર લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે કારના બોનેટ પર સાપ હતો. ત્યારે પરિવારે સાપનું રેસ્ક્યૂં કરવા માટે સાપ પકડવાની ટીમને જાણ કરી હતી. સાપ પકડવાની ટીમ પકડી રહી હતી ત્યારે તે દરમિયાન સાપ બોનેટમાં ઘૂસી ગયો હતો. ભારે જહેમત બાદ સાપને સહિ સલામત રીતે સાપનું રેસ્ક્યૂં કર્યું હતું.
ભારે જહેમત બાદ સાપનું કરાયું રેસ્ક્યૂં
સાપનું રેસ્ક્યૂં કર્યા બાદ તેને સુરક્ષિત સ્થળ પર છોડી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.






