મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બારડોલી ઉકા તરસાડિયા યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં, ફી વસૂલ્યા બાદ વિદ્યાર્થીઓના એડમિશન કર્યા રદ

ગુજરાતની વધુ એક યુનિવર્સિટી વિવાદમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરત જિલ્લાના બારડોલ

ગુજરાતની વધુ એક યુનિવર્સિટી વિવાદમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરત જિલ્લાના બારડોલી-મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડિયા યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. ફિઝિયોથેરાપી વિભાગમાં મર્યાદિત બેઠકો છતાં યુનિવર્સિટી દ્વારા વધુ પ્રવેશ આપીને ફી વસૂલવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ એડમિશન રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો.

 મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ગેટ બહાર ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું

મોડી રાત્રે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ગેટ બહાર ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી દ્વારા તેમને ભવિષ્ય સાથે ખેલ કરવામાં આવ્યો છે.

સ્થળ પર મહુવા પોલીસ દોડી આવી અને સમગ્ર મામલાને થાળે પાડ્યો

સ્થળ પર મહુવા પોલીસ દોડી આવી અને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો. છતાં, વિદ્યાર્થીઓનો ભવિષ્ય હાલ અધ્ધરતાલ હોવાથી સમગ્ર શિક્ષણ પ્રણાલી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

આ સમાચાર શેર કરો