VIDEO: સુરેન્દ્રનગરમાં 80 ફૂટના ગોડાઉન પર તંત્રના દરોડા, 2500 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત
સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ટ


સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ટીમે 80 ફૂટ રોડ પર આવેલ એક ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન સરકાર દ્વારા પ્રતિબંધિત 2500 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે.
જપ્ત કરાયેલ મુદામાલની કિંમત 10 લાખ રૂપિયાથી વધુ
જપ્ત કરાયેલ મુદામાલની કિંમત 10 લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમયથી સુરેન્દ્રનગરમાં બેન થયેલ પ્લાસ્ટિકનો ખુલ્લેઆમ ઉપયોગ થતો હતો. પ્લાસ્ટિકનો સ્ટોક રાખનાર અને વેચાણ કરનાર વેપારી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




