VIDEO: અરવલ્લીઃ ભિલોડા તાલુકા પંચાયતની બેઠકમાં ભારે હોબાળો
અરવલ્લી જિલ્લાની ભિલોડા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠકમાં ભારે હોબાળો અને હંગામો મચી ગય

અરવલ્લી જિલ્લાની ભિલોડા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠકમાં ભારે હોબાળો અને હંગામો મચી ગયો હતો. આ બેઠકમાં કોંગ્રેસની બહુમતીવાળી સત્તા હોવા છતાં એક મોટી ભૂલના કારણે ભાજપના કારોબારી અધ્યક્ષ ચૂંટાઈ આવ્યા હતા, જેને પગલે ભારે વિવાદ સર્જાયો છે. સદસ્યોના જણાવ્યા મુજબ, સામાન્ય સભામાં માઇક વ્યવસ્થાના અભાવે અવાજ બરાબર ન સંભળાતા કોંગ્રેસના જ સદસ્યોએ અજાણતામાં ભાજપના ઉમેદવારની તરફેણમાં હાથ ઊંચા કરી દીધા હતા. આ છબરડા બાદ કોંગ્રેસના ૧૩ તાલુકા સદસ્યોએ સભા મોકૂફ રાખવા બહુમતી સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. આ ઉપરાંત, બેઠકમાં કોંગ્રેસના મહિલા પ્રમુખના પતિ કાંતિ હોથા તંત્રના નિયમોને નેવે મૂકી TDO અને પ્રમુખ પત્નીની પાછળ આવીને બેસી જતાં તેમની મનમાની સામે પણ અન્ય સદસ્યોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળ્યો હતો.




