મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: "અમદાવાદીઓ તૈયાર રહેજો! અટલ બ્રિજ અને રિવરફ્રન્ટ પર ખીલશે લાખો ફૂલો, જાણો કયા ગેટથી મળશે એન્ટ્રી."

VIDEO: અમદાવાદ શહેરના

તસવીર: GSTV

VIDEO: અમદાવાદ શહેરના આંગણે ફરી એકવાર ફૂલોની સુગંધ પ્રસરાવવા માટે 'અમદાવાદ ફલાવર શો 2026' સજ્જ થઈ ગયો છે. આવતીકાલથી એટલે કે, ગુરુવારથી પહેલી જાન્યુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ આંતરરાષ્ટ્રીય સ્તરના ફલાવર શોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. આ વર્ષનો ફલાવર શો અનેક રીતે ઐતિહાસિક અને આકર્ષક બનવા જઈ રહ્યો છે.

વર્લ્ડ રેકોર્ડ પર નજર: સરદાર પટેલનું વિરાટ ફૂલ-ચિત્ર
આ વખતનો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ-ચિત્ર છે. આ કલાત્મક કૃતિને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન અપાવવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, 30 મીટર વ્યાસનું એક ભવ્ય ફૂલ મંડળ (Flower Dome) પણ બનાવવામાં આવ્યું છે, જે મુલાકાતીઓ માટે ફોટોગ્રાફીનું મુખ્ય કેન્દ્ર બનશે.

મુલાકાતીઓ માટે પ્રવેશ વ્યવસ્થા
ભીડને નિયંત્રિત કરવા અને નાગરિકોની સુવિધા માટે કુલ 4 પ્રવેશ દ્વાર રાખવામાં આવ્યા છે:

ગેટ નંબર 1: ફલાવર પાર્ક પાસેથી પ્રવેશ.

ગેટ નંબર 2 અને 3: મલ્ટી લેવલ કાર પાર્કિંગ અને ફૂટ ઓવર બ્રિજ પરથી સીધો પ્રવેશ.

ગેટ નંબર 4: ઈવેન્ટ સેન્ટર અને અટલ બ્રિજના પૂર્વ છેડા તરફથી પ્રવેશ.

દેશનો સૌથી લાંબો ફલાવર શો
અમદાવાદનો આ ફલાવર શો માત્ર ગુજરાતનો જ નહીં, પરંતુ દેશનો સૌથી લાંબો ફલાવર શો હોવાનું ગૌરવ ધરાવે છે. આ પ્રદર્શન પહેલી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં લાખો ફૂલોની વિવિધ પ્રજાતિઓ અને સુંદર પ્રતિકૃતિઓ જોવા મળશે.

આ સમાચાર શેર કરો