મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરગામમાં જનપ્રશ્નો મુદ્દે કોંગ્રેસનો આક્રમક વિરોધ

વલસાડની ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકામાં આજે કોંગ્રેસના સભ્યોએ પાણી, સફાઈ અને વરસાદી

વલસાડની ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકામાં આજે કોંગ્રેસના સભ્યોએ પાણી, સફાઈ અને વરસાદી કામોના મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના સભ્યો માટલાં લઈને પાલિકા કચેરી પહોંચ્યા હતા અને પોતાના વોર્ડમાં રસ્તાના કામો અટકાવી દેવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. મુખ્યત્વે વોર્ડ નંબર ૩, ૬ અને ૭માં રસ્તા, ગટર અને પીવાના પાણીની સમસ્યાઓ અંગે રજૂઆત કરાઈ હતી. નવા વરાયેલા મહિલા પાલિકા પ્રમુખે તમામ રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી. તેમણે એક મહિનાના કાર્યકાળનો ઉલ્લેખ કરી, સમસ્યાઓના ત્વરિત ઉકેલ માટે જનતા સાથે રહીને કામ કરવાની અને સહકાર આપવાની ખાતરી આપી હતી

આ સમાચાર શેર કરો