VIDEO: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ડેહલી ગ્રામપંચાયતની ગ્રામસભામાં સરપંચ અને તલાટી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો
વલસાડ જિલ્લાના ઉમરગામ
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ડેહલી ગ્રામપંચાયતની ગ્રામસભામાં સરપંચ અને તલાટી સામે ભ્રષ્ટાચાર, વિકાસના કામોમાં હલકી ગુણવત્તા અને વિવિધ ઠરાવોને લઈને સભ્યોએ આક્ષેપોનો વરસાદ કર્યો હતો. પ્રશ્નોના જવાબમાં સરપંચે પણ વળતો પ્રહાર કરતાં પ્રશ્ન ઉઠાવનાર સભ્યની ભૂતકાળની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા હતા. બંને પક્ષો વચ્ચે થયેલી આક્ષેપબાજીના કારણે ગ્રામસભાનું વાતાવરણ ગરમાયું હતું. નવા સરપંચ અને તલાટીની કામગીરીને લઈને ઉભા થયેલા વિવાદ બાદ હવે તપાસ, ફરિયાદો અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે.