VIDEO: વલસાડ / ઉમરગામમાં વિશાળ વૃક્ષ ધરાશાયી થતા મોટી દુર્ઘટના
વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકાના ટાઉન વિસ્તારમાં આવેલા ભાઠા ફળિયામાં આજે વહેલી સવારે પાંચ વાગ્યે એક વ

વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકાના ટાઉન વિસ્તારમાં આવેલા ભાઠા ફળિયામાં આજે વહેલી સવારે પાંચ વાગ્યે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ફૂંકાયેલા જોરદાર પવન અને વરસાદના કારણે આ વૃક્ષ બે મકાનો અને બાજુમાં આવેલી આંગણવાડી પર તૂટી પડ્યું હતું, જેના પરિણામે મકાનોને મોટું નુકસાન થયું છે અને આંગણવાડીના પતરા પણ તૂટી ગયા છે. સદનસીબે, ઘટના વહેલી સવારે બની હોવાથી અને આંગણવાડી બંધ હોવાને કારણે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ઘટનાની જાણ થતા જ ઉમરગામ પાલિકાની ટીમ અને ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચીને વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.

