VIDEO: અમદાવાદમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા આગામી 4 એપ્રિલથી શરૂ થશે, વાલીઓ કરી શકશે ઓનલાઈન અરજી
રાજ્યમા અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં અમદાવાદમાં રાઈટ ટુ એજ્યુક


રાજ્યમા અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં અમદાવાદમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા આગામી 4 એપ્રિલથી શરૂ થશે, જે 17 એપ્રિલ સુધી ચાલશે. વાલીઓ ઓનલાઇન અરજી કરી શકશે.
1343 ખાનગી શાળાઓમાં અંદાજે 14 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ
અમદાવાદની 1343 ખાનગી શાળાઓમાં 25 ટકા ક્વોટા મુજબ અંદાજે 14 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે.તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે જો કોઈ વાલી ખોટી આવક દર્શાવી પ્રવેશ મેળવશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને બાળકનો પ્રવેશ પણ રદ્દ કરવામાં આવશે.




