મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકરોએ ફોર્મમાં પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા દર્શાવવી ફરજિયાત

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્ય

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  રાજ્યના રાજકોટ ભાજપની સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે ઉમેદવારો માટે નવા નિયમો સામે આવ્યા છે. હવે ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકરોએ ફોર્મમાં પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા દર્શાવવી ફરજિયાત રહેશે. ખાસ કરીને 'Gen Z' મતદારો સુધી પહોંચવા માટે આ નિર્ણય લેવાયો છે.

ઘરે શૌચાલય હોવું અને મોબાઈલમાં સરલ તથા નમો એપ હોવી પણ અનિવાર્ય 

આ ઉપરાંત, ઉમેદવારના ઘરે શૌચાલય હોવું અને મોબાઈલમાં સરલ તથા નમો એપ હોવી પણ અનિવાર્ય છે. શહેર ભાજપ પ્રમુખના જણાવ્યા મુજબ, પ્રદેશના આ નવા માપદંડોને કારણે ઓછા ફોલોઅર્સ ધરાવતા પૂર્વ કોર્પોરેટરોના પત્તા કપાઈ શકે છે.  

આ સમાચાર શેર કરો