મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં લાગી ભયાનક આગ, 9 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી

અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારના રેવડી બજાર માર્કેટમાં આજે(18 માર્ચ

તસવીર: GSTV

અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારના રેવડી બજાર માર્કેટમાં આજે(18 માર્ચ) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે. આગની તીવ્રતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગની 9 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના

ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા જ ફાયર વિભાગની 9 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. હાલ ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.રેવડી બજાર કાપડના વેપાર માટે જાણીતું હોવાથી માર્કેટમાં માલ-સામાનનો મોટો જથ્થો હોય છે, જેના કારણે આગ વધુ પ્રસરવાનો ભય સેવાઈ રહ્યો છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને મોટા નુકસાનની ભીતિ છે.

આ સમાચાર શેર કરો