મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ફરી આગની ઘટના, ફાયરની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

Another fire incident in Surat's textile market, 20 fire vehical at the scene | સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. સરોલી વિસ્તારમાં

સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. સરોલી વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઈલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિકરાળ આગ લાગી હતી. નિધિ ટેક્સટાઈલ માર્કેટના ખાતામાં રાખેલા કાપડના જથ્થાને કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની ગંભીરતા જોતા સુરતના પાંચ અલગ-અલગ ફાયર સ્ટેશનની 20થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ખાતામાં આગ લાગતા અફરાતફરી મચી છે. ફાયરના જવાનો પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો