VIDEO: સુરતના પાલમાં મોડી રાત્રે બેફામ કારે 5 વાહનોને લીધા અડફેટે, ચાલક ડોક્ટર હોવાનું સામે આવ્યું
રાજ્યના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં&n
રાજ્યના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સુરતના પાલ વિસ્તારમાં મોડી રાત્રે રફ્તારનો કહેર જોવા મળ્યો. પાલ બ્રિજ પાસે સિગ્નલ પર ઉભેલા પાંચથી વધુ વાહનચાલકોને એક બેફામ કારે અડફેટે લીધા હતા.
કારના ચાલક 'ડોક્ટર' હોવાનું સામે આવ્યું
અંદાજે 90ની સ્પીડમાં આવેલી કારના ચાલક 'ડોક્ટર' હોવાનું સામે આવ્યું છે, જેમના ચહેરા પર અકસ્માત બાદ કોઈ અફસોસ નહોતો.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર ચાલકે 'ઇમર્જન્સી કેસ'નું બહાનું બતાવી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાએ પાલ પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.




