VIDEO: રાજકોટમાં રફ્તારનો કહેર ફરી જોવા મળ્યો, બેફામ કાર ચાલકે વૃદ્ધ સાયકલ ચાલકને ટક્કર મારી
રાજકોટમાં રફ્તારનો કહેર ફરી જોવા મળ્યો છે. શહેરના અયોધ્યા ચોક પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો
રાજકોટમાં રફ્તારનો કહેર ફરી જોવા મળ્યો છે. શહેરના અયોધ્યા ચોક પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે સાયકલ લઈને જતા એક વૃદ્ધને જોરદાર અડફેટે લીધા હતા.બનાવ બનતા જ જાગૃત નાગરિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેથી ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત સર્જીને કારચાલક ઘટનાસ્થળેથી ફરાર
બીજી તરફ, અકસ્માત સર્જીને કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.




