મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સરસપુરમાં મોડી રાત્રે સેવ બનાવવાના કારખાનામાં લાગી હતી ભીષણ આગ, સદનસીબે જાનહાની ટળી

અમદાવાદના સરસપુરમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ

અમદાવાદના સરસપુરમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે સેવ બનાવવાના કારખાનામં ભયાનક આગ લાગી હતી, મળતા અહેવાલ પ્રમાણે આ કારખાનું શહેર કોટડા પોલીસ સ્ટેશન પાસે આવેલું છે.

4 ફાયર સ્ટેશનના વાહનો ઘટનાસ્થળ પર પહોંચ્યા

આગની જાણ થતાં જ ચાર ફાયર સ્ટેશનના વાહનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તો બીજી તરફ  ચાર ફાયર સ્ટેશનના વાહનોના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર કારખાનું તેની ઝપેટમાં આવી ગયું હતું.

આ સમાચાર શેર કરો