VIDEO: ધારીમાં શેત્રુંજી નદીમાં તણાતા એક ખેડૂતનું મોત
અમરેલી જિલ્લાના ધારીમાં ભારે વરસાદથી એક વ્યક્તિનો જીવ ગયો. ખોડિયાર ડેમના દરવાજા ખુલતા શેત્રું

અમરેલી જિલ્લાના ધારીમાં ભારે વરસાદથી એક વ્યક્તિનો જીવ ગયો. ખોડિયાર ડેમના દરવાજા ખુલતા શેત્રુંજી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો, જ્યાં નદી કાંઠે બેઠેલા 40 વર્ષીય ખેડૂત શરદ કાછડીયા તણાઈ ગયો. તંત્ર અને બચાવ ટીમે સતત શોધખોળ હાથ ધરી હતી. આશરે 12 કલાકની જહેમત બાદ શેત્રુંજી નદી કાંઠે બાવળના કાંટામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે,




