VIDEO: સાવલીમાં કપચી ભરેલું ડમ્પર નાળામાં ખાબક્યું,૧૫ ફૂટ નીચે ખાબકતાં ચાલક ઇજાગ્રસ્ત
વડોદરાના સાવલી-ડેસર રોડ પર આવેલા વાલાવાવ ગામ નજીક ગ

વડોદરાના સાવલી-ડેસર રોડ પર આવેલા વાલાવાવ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઉદલપુરથી કપચી ભરીને કાલોલ તરફ જઈ રહેલા એક પૂરપાટ ઝડપે આવતા ડમ્પરના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા જ ડમ્પર પુલની સુરક્ષા રેલિંગ તોડીને અંદાજે ૧૫ ફૂટ નીચે આવેલા નાળામાં ખાબક્યું હતું. આ ભયાનક અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. જોકે, અકસ્માતમાં ડમ્પરના ચાલકને શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.




