મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મથુરા એક્સપ્રેસવે પર અકસ્માત

ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસવે પર માઇલસ્ટોન ૧૧૨ પાસે એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસવે પર માઇલસ્ટોન ૧૧૨ પાસે એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક ટક્કરમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૭થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ કામગીરીની ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. હાલમાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો