VIDEO: ભાવનગરના દરબારી રોડ પર આવેલી આશરે 150 વર્ષ જૂની જર્જરિત ઇમારત ધરાશાયી, સદનસીબે જાનહાની ટળી
ભાવનગર શહેરના દરબારી કો


ભાવનગર શહેરના દરબારી કોઠાર રોડ પર આવેલી આશરે 150 વર્ષ જૂની એક અત્યંત જર્જરિત ઇમારત 4 એપ્રિલ 2026ની મોડી રાત્રે અચાનક ધરાશાયી થઈ હતી. લાંબા સમયથી કાનૂની વિવાદમાં ફસાયેલી આ મિલકતને ઉતારી લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જે અંતર્ગત મોડી રાત્રે તોડકામની કામગીરી ચાલી રહી હતી ત્યારે આખું સ્ટ્રક્ચર ધડાકાભેર તૂટી પડ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કાટમાળ રસ્તા પર ફેલાઈ જવાથી વાહનવ્યવહાર માટે રસ્તો બ્લોક થઈ ગયો હતો.




