મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડના પારડી ચાર રસ્તા પાસે ચાલતી કારમાં લાગી આગ, સદનસીબે જાનહાની ટળી

રાજ્યના વલસાડમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં વલસા

રાજ્યના વલસાડમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં વલસાડના પારડી ચાર રસ્તા પાસે ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જાહેર માર્ગ પર અચાનક આગ ફાટી નીકળતા અફરા તફરી મચી ગઈ હતી.  મળતા અહેવાલ પ્રમાણે કારમાંથી અચાનક ધુમાડો નીકળતા કાર ચાલકે કારને થોભાવી દીધી હતી અને ઘટનાની ગંભીરતા જોઈને નીચે ઉતરી ગયા હતા. જોકે કારમાં આગ કયા કારણોસર લાગી હતી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ

થોડીક જ ક્ષણોમાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ હતી અને બળીને ખાખ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ ફાયરની ટીમને કરવામાં આવી હતી, ફાયરની ટીમે જહેમતબાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે જાનહાની ટળી હતી.

આ સમાચાર શેર કરો