મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં 97 ટકા મતદાન, 8 બ્લોક બેઠક માટે 24 ઉમેદવારોનું ભાવિ સીલ

VIDEO: આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં શ

VIDEO: આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. અમૂલના 8 બ્લોક અને એક વ્યકિતગત બેઠકનું મતદાન થયું હતું. સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું જે બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. 

બપોરના 3 વાગ્યા સુધી અમૂલની ચૂંટણીમાં સરેરાશ 97 ટકા મતદાન નોંધાયું હતું. જેથી 8 બ્લોક બેઠક પર 24 ઉમેદવારો માટે મતદાન યોજાયું અને આ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે. હજી ફાઈનલ આંકડો બાદમાં આવશે. આ ચૂંટણી માટે આગામી 12મી સપ્ટેમ્બરના રોજ મતગણતરી યોજાશે. અમૂલ પરિસરમાં બે રાઉન્ડમાં થશે મતગણતરી. જે બાદ વિજેતા નક્કી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો