VIDEO: અમદાવાદમાં 23 પરીક્ષા કેન્દ્રો આજે RE-NEET પરીક્ષાનું આયોજન
આજે દેશભરમાં RE-NEET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અંદાજે 77 હજાર વિદ્યાર્થીઓ

આજે દેશભરમાં RE-NEET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અંદાજે 77 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે, જ્યારે અમદાવાદમાં 23 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ વખતે વિદ્યાર્થીઓને પ્રથમવાર 15 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો છે, જેથી પરીક્ષાનો કુલ સમય 3 કલાક 15 મિનિટનો રહેશે. પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થશે, જ્યારે સવારે 11 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ શરૂ કરવામાં આવ્યો છે. ઉમેદવારો માટે એડમિટ કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો અને ઓળખપત્ર ફરજિયાત રાખવામાં આવ્યા છે. NTAની માર્ગદર્શિકા મુજબ કડક સુરક્ષા વ્યવસ્થા અને બાયોમેટ્રિક વેરિફિકેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.



