VIDEO: બોર્ડના વિદ્યાર્થીઓનું ગુલાબના ફૂલ આપીને રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં કરાયું સ્વાગત
રાજ્યમાં આજથી 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. વિવિધ સેન્
રાજ્યમાં આજથી 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. વિવિધ સેન્ટરોમાં વિદ્યાર્થીઓનું ગુલાબના ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે બોર્ડ પરીક્ષામાં આજે ધોરણ 10માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિતના પ્રથમ ભાષાના વિષયની પરીક્ષા લેવાશે.
ધોરણ 10ની પરીક્ષા સવારે 10:15 વાગે શરૂ થશે અને 1:15 સુધીનો સમય
ધોરણ 10ની પરીક્ષા સવારે 10:15 વાગે શરૂ થશે અને 1:15 સુધીનો સમય રહેશે. વિદ્યાર્થીઓને 9:30થી પ્રવેશ આપી દેવાશે. બપોરના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ વિષયની પરીક્ષા લેવાશે. જેનો સમય બપોરે 3થી 6:15નો રહેશે. ધોરણ 12 સાયન્સમાં ફીઝિક્સ વિષયની પરીક્ષા લેવાશે. જેનો સમય બપોરે 3થી 6:30નો રહેશે.
સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો સમય બપોરે 3થી 6:15નો રહેશે
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો. 10-12ની બોર્ડ પરીક્ષા 17મી ફેબ્રુઆરીથી 17મી માર્ચ સુધી લેવાશે અને સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓના કુલ મળીને 1661 કેન્દ્રોમાં 5222 સ્કૂલ બિલ્ડિંગ, 50991 બ્લોકમાં પરીક્ષા લેવાશે.






