મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ઉત્તરવહીઓ તપાસ્યા વગર જ વિદ્યાર્થીઓને એકસરખા માર્ક્સ!

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મહેસાણા જિલ્લાની સતલાસણા તાલુકાની એક ગ્રાન

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મહેસાણા જિલ્લાની સતલાસણા તાલુકાની એક ગ્રાન્ટેડ કોલેજની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. આ કોલેજના એક પ્રોફેસરે એમ.એ. સેમેસ્ટર3 સોશિયોલોજી વિષયની ઉત્તરવહીઓ તપાસ્યા વગર જ તમામ વિદ્યાર્થીઓને એકસરખા માર્કસ આપી દેવાનું કારસ્તાન આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે યુનિવર્સિટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવીને કોલેજને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે અને 30 દિવસની અંદર આ ગંભીર બેદરકારી અંગે સવિસ્તાર અહેવાલ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો