Video/ મોરબીમાં પાલિકાનો સપાટો: 'વન વીક વન રોડ' અભિયાન અંતર્ગત લાટી પ્લોટમાં 20 દબાણો દૂર કરાયા
Video/ 20 pressures removed in lumber plots under 'One Week One Road' campaign | મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના રસ્તાઓને ખુલ્લા અને સુવિધાજનક બનાવવા માટ
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના રસ્તાઓને ખુલ્લા અને સુવિધાજનક બનાવવા માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. 'વન વીક વન રોડ' પ્રોજેક્ટ અંતર્ગત આજે મોરબીના વ્યસ્ત એવા લાટી પ્લોટ વિસ્તારમાં પાલિકાની દબાણ હટાવવાની ટીમે આક્રમક કાર્યવાહી કરી 20 જેટલા કાચા-પાકા દબાણોને જમીનદોસ્ત કરી દીધા છે.
વિકાસ કામોમાં નડતરરૂપ દબાણોનો સફાયો
મોરબીમાં આગામી દિવસોમાં સ્ટ્રોમ વોટર (વરસાદી પાણીના નિકાલની લાઇન) અને નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી શરૂ થવાની છે. આ કામમાં જે દબાણો અવરોધરૂપ બની રહ્યા હતા, તેને દૂર કરવા માટે પાલિકાએ આ ઝુંબેશ હાથ ધરી છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા હવે દર સપ્તાહે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આ પ્રકારે દબાણ દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવશે.





