Video: નવરાત્રી નિમિત્તે ગઢ ભીખાપુરા ખાતે 1001 દિવડાની આરતી કરાઈ
દેશભરમાં માઁ જગત જનની જગદંબા ના ઉપાસના અને આરાધના પર્વ નવરાત્રી ની ઉજવણી થઈ રહી છે.
દેશભરમાં માઁ જગત જનની જગદંબા ના ઉપાસના અને આરાધના પર્વ નવરાત્રી ની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ ધાર્મિક ઉત્સવના મુખ્ય આકર્ષણોમાંનું એક દ્રશ્ય ગઢ ભીખાપુરા ગામે જોવા મળ્યું હતું.
૮ મી નવરાત્રી નિમિત્તે ગઢ ભીખાપુરા ખાતે આવેલા અંબે માતાના મંદિરે માઇભક્તો દ્વારા 1001 દિવડાની આરતી ઉતારવામાં આવી હતી. ગઢ ભીખાપુરા ગામ આજુબાજુ ના 42 જેટલા ગામોનું મુખ્ય મથક હોઈ અહીં નવરાત્રીમાં મોટી સંખ્યામાં માઇભક્તો ગરબા રમવા આવતા હોય છે.
માતાજીના ગરબા રમીને માઁ ની આરાધના કરતાં હોય છે. ચાલુ સાલે પણ ગઢ ભીખાપુરા યુવક મંડળ દ્વારા નવરાત્રી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગરબામાં મોટી સંખ્યામાં માઇભક્તો ગરબા રમવા આવે છે. દરરોજ નવા નવા કલાકારો માતાજીના ગરબા ગવડાવે છે.





