મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મેઘો અનરાધાર: રાજ્યના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી, 50થી વધુ સ્ટેટ હાઈવે બંધ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓ સહિત મહાનગરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે હવામ

મેઘો અનરાધાર: રાજ્યના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી, 50થી વધુ સ્ટેટ હાઈવે બંધ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓ સહિત મહાનગરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે હવામાન વિભાગે હજુ ટેન્શન વધારતી આગાહી કરી છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર હજુ પણ ગુજરાતને ભારે વરસાદથી છુટકારો મળી શકે તેમ નથી. આજની આગાહી અનુસાર 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવતા લોકોની ચિંતામાં વધારો થયો છે. 

જાણો ક્યાં ક્યાં આજે રેડ એલર્ટ 

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ફરી ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે ભાવનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ, ડાંગ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

નોકરીયાતો અને ધંધાર્થીઓને સૌથી મોટી મુશ્કેલી વેઠવી પડી

મળતાં અહેવાલો અનુસાર રાજ્યમાં 800થી વધુ રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય બની જતાં વાહન વ્યહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેના લીધે નોકરીયાતો અને ધંધાર્થીઓને સૌથી મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે. લગભગ 50થી વધુ તો હાઈવે બંધ કરવાની ફરજ પડી છે જેમાં 3 નેશનલ હાઈવે પણ સામેલ હોવાનું ખુલ્યું છે. 

આ સમાચાર શેર કરો