મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાહનોમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડી થઈ મુસાફરી, વીડિયો વાયરલ થતાં સનસનાટી મચી

આણંદના વાસદ-બગોદરા સિક્સ લેન હાઈવે પર વાહનોમાં ક્ષમતા કરતા વધુ

આણંદના વાસદ-બગોદરા સિક્સ લેન હાઈવે પર વાહનોમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડી મુસાફરી કરાવવામાં આવતી હોવાના દ્રશ્યો વીડિયો વાયરલ થતાં સનસનાટી મચી છે. વાહનોની છત પર મુસાફરોને બેસાડવામાં આવ્યા અને સામાન લાદીને જીવના જોખમે વાહનો દોડાવવામાં આવતાં હોવાના આક્ષેપો સામે આવ્યા છે. હાઈવે પર ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતા આ દૃશ્યો અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપતા હોવાનું કહેવાય છે.

તારાપુર પોલીસ અને ટ્રાફિક પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલ ઊઠ્યા છે. અનેક વાહનોમાં ઓવરલોડ મુસાફરી કરાવવામાં આવતી હોવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું હોવાના આક્ષેપ છે. મુસાફરોના જીવ સાથે ખેલવાના આ પ્રકારના કૃત્ય સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ ઊઠી છે. જીએસટીવીને આ વાયરલ વીડિયો સાથે કોઈ સંબંધ નથી.

આ સમાચાર શેર કરો