મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાવ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સામે અપક્ષ માવજી પટેલ મજબૂત, જુઓ 10 ઉમેદવારોની યાદી

Vav Assembly ByElection 2024 : ગુજરાતમાં આગામી 13 નવેમ્

વાવ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સામે અપક્ષ માવજી પટેલ મજબૂત,  જુઓ 10 ઉમેદવારોની યાદી

Vav Assembly ByElection 2024 : ગુજરાતમાં આગામી 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાના છેલ્લો દિવસ પૂરો થતા કોની-કોની વચ્ચે ચૂંટણી જંગ જામશે એ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. વાવ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર સામે 8 ઉમેદવારો મેદાનમાં છે, એટલે કે કુલ 10 ઉમેદવારો ચૂંટણી લડશે જેની વિગત આ પ્રમાણે છે : 

1.ગુલાબસિંહ રાજપૂત - કોંગ્રેસ 

2.સ્વરૂપજી ઠાકોર - ભારતીય જનતા પાર્ટી 

3.પટેલ માવજીભાઈ - અપક્ષ

4.ચેનકુમાર ઓઝા - ભારતીય જન પરિષદ 

5.મનોજભાઈ પરમાર - અપક્ષ 

6.નિરૂપાબેન માધુ - અપક્ષ 

7.મંજુબેન રાઠોડ - અપક્ષ 

8.લક્ષ્મીબેન ઠાકોર - અપક્ષ 

9.સેંગલ વિક્રમભાઈ - અપક્ષ

10.જયેન્દ્ર રાઠોડ - અપક્ષ

ભાજપ-કોંગ્રેસ સામે માવજી પટેલ - ત્રિપાંખિયો જંગ

બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળવાનો છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર સાથે જ ભાજપના નેતા રહેલા માવજી પટેલ પણ મેદાને છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે  માવજી પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચી ન હતી, જેથી અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ પણ હવે સત્તાવાર રીતે ચૂંટણી મેદાન છે.

પાર્ટીએ ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી : માવજી પટેલ

માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધવતા કહ્યું કે તેઓએ કોઈ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી નથી, પરંતુ તેમને પાર્ટીએ ટિકિટ ન આપતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે પ્રજા પર વિશ્વાસ વ્યક્ત કરતા પ્રજા જીતાડશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. ભાજપના નેતા હોવા છતાં અપક્ષ ઉમેદવારી નોંધવતા તેઓને પ્રદેશ આગેવાનોના ફોન આવ્યા હતા. તેમની સાથે વાતચીત પણ થઈ અને કોઈ નારાજગી હોય તો તે પણ જણાવવા માટે કહ્યું, પરંતુ માવજી પટેલે સ્પષ્ટ કર્યુ કે તેઓને ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

આ સમાચાર શેર કરો