મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાવ પેટાચૂંટણી : આવતીકાલે 192 મતદાન મથકના 321 બૂથ પર યોજાશે મતદાન, 10 ઉમેદવારો મેદાનમાં

Vav assembly by-election : આવતીકાલે 13 નવેમ્બરે વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીન

વાવ પેટાચૂંટણી : આવતીકાલે 192 મતદાન મથકના 321 બૂથ પર યોજાશે મતદાન, 10 ઉમેદવારો મેદાનમાં

Vav assembly by-election : આવતીકાલે 13 નવેમ્બરે વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનું મતદાન યોજાશે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ 10 ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

321 પોલીંગ સ્ટેશન પર થશે મતદાન

ગુજરાતની 07-વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 7:00થી સાંજના 6:00 કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન મથકો ખાતે કુલ 1412 જેટલા અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે.

કુલ 3,10,775 મતદારો કરશે મતદાન, 23 નવેમ્બરે પરિણામ 

વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરૂષ, 1,49,478 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 23 નવેમ્બરના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો