Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Valsad / My wife carried Rs50 crore: Rescue of man who climbed high tension power tower at odd hours

Valsad / મારી પત્ની ₹50 કરોડ લઈ ગઈ: વિચિત્ર વહેમમાં હાઇટેન્શન વીજ ટાવરે ચઢી ગયેલા શખ્સનું રેસ્ક્યૂ

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
Valsad / મારી પત્ની ₹50 કરોડ લઈ ગઈ: વિચિત્ર વહેમમાં હાઇટેન્શન વીજ ટાવરે ચઢી ગયેલા શખ્સનું રેસ્ક્યૂ
સોર્સ : gstv

ઉમરગામ તાલુકાના ધનોલી ગામે આજે મંગળવારે 43 વર્ષિય શખ્સ 66 કે.વી. હાઇટેન્સન વીજ ટાવર પર ચઢી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. પોલીસ અને લાશ્કરો દોડી ગયા હતા. વીજપ્રવાહ બંધ કરી શખ્સને હેમખેમ ઉતારી લીધો હતો. માનશિક રીતે અસ્થિર મનાતો શખ્સ ગઇકાલે સોમવારે મધરાતે ઘરેથી નિકળી ગયો હતો. પોલીસ સમક્ષ મારા ભાઇએ મારી પત્નીને મારી નાંખી મને પણ મારી નાંખશે એમ જણાવ્યું હતું.

App Store

મળતી વિગત મુજબ ઉમરગામ તાલુકાના ભિલાડ નજીકના અચ્છારી ગામે રહેતો 43 વર્ષિય શખ્સ ગઇકાલે સોમવારે રાત્રે ઘરેથી નિકળી ગયો હતો. બાદમાં અસ્થિર મગજનો મનાતો શખ્સ ધનોલી ગામે આજે મંગળવાર પહોંચી 66 કે.વી. હાઇટેન્સન વીજ ટાવર પર ચઢી ગયો હતો. આ ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઇ હતી.

ગામના આગેવાનો સહિત લોકો દોડી ગયા બાદ પોલીસને જાણ કરી હતી. ફાયર વિભાગના લાશ્કરો પણ પહોંચી ગયા હતા. વીજ કંપનીએ વીજ પ્રવાહ બંધ કરી દીધા બાદ લાશ્કરોએ ટાવર પરથી શખ્સને હેમખેમ ઉતારી લીધો હતો. પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. શખ્સને પોલીસ મથકે લઇ ગયા બાદ પરિવારજનો પણ ગયા હતા. પોલીસે પરિવારજનોની પુછપરછ કરતા માનશિક રીતે અસ્થવ્યસ્થ હોવાનું જણાવ્યું હતું. શખ્સે પોલીસને મારી પત્નીએ મારા રૂ.50 કરોડ લઇ લીધા, મારા ભાઇએ મારી પત્નીને મારી મારો ભાઇ મને મારવા દોડયો હોવાથી જીવ બચાવવા થાંભલા પર ચઢી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે શખ્સનો કબજો પરિવારને સોંપ્યો હતો.