પારડી હાઈવે પર પશુઓની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ: 11 પાડા ભરેલો ટેમ્પો ઝડપાયો

પારડીના બગવાડા હાઈવે પર ગૌરક્ષક વિશાલ આહિર અને ટીમે ગેરકાયદેસર અને ક્રુરતા પૂર્વક અને ખીચોખીચ 11 પશુઓ ભરી જતા આઈશર ટેમ્પા (નં.જીજે-16-એવી-9761)ને અટકાવ્યો હતો. બાદમાં આ મામલે વલસાડ પોલીસ કન્ટ્રોલને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પારડી પોલીસે બગવાડા ટોલનાકા પર પહોંચી ગઈ હતી. બાદમાં ટેમ્પામાં તપાસ કરતા 11 પશુઓ ભરેલા મળી આવ્યા હતા. પોલીસે ચાલક મુન્સી મોહંમદ અજીમ (રહે. આમોદ, ભરૂચ)ની પૂછપરછ કરી પશુઓ લઈ જવા માટેના દસ્તાવેજ રજુ કરવા જણાવતા ચાલક વેટરનરી અધિકારીનું પ્રમાણપત્ર કે અન્ય કોઈ પુરાવા રજુ કરી શકયો ન હતો. પોલીસે 11 પાડા ભરેલો ટેમ્પો જપ્ત કરી ચાલક મુન્સીની ધરપકડ કરી હતી. પોલીસે ચાલકની પૂછપરછમાં ભરૂચના સરનાર ખાતે રહેતા સફુ નામના શખ્સે પશુઓ ભરાવ્યા બાદ છપ્પન નામનો શખ્સ ટેમ્પાનું અટિંગા કાર મારફતે પાયલોટીંગ કરી રહ્યો હતો અને પશુઓ મહારાષ્ટ્રના દહીસર જઈ જવાતા હોવાનું જણાવ્યું હતું. પારડી પોલીસે સફુ અને છપ્પનને વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે પશુઓનો કબજો વધુ સારસંભાળ માટે વાપી, રાતા પાંજરાપોળને સોપવામાં આવ્યા છે.

