Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Horrific collision between truck and Eco near Kumbhghat in Kaprada, 5 people tragically died on the spot

Valsad Accident news: કપરાડાના કુંભઘાટ પાસે ટ્રક અને ઈકો વચ્ચે ભયાનક ટક્કર, 7 લોકોનાં ઘટનાસ્થળે મોત

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Valsad Accident news: કપરાડાના કુંભઘાટ પાસે ટ્રક અને ઈકો વચ્ચે ભયાનક ટક્કર, 7 લોકોનાં ઘટનાસ્થળે મોત
સોર્સ : GSTV

Valsad Accident news: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક ટ્રક અને ઈકો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

App Store

આંબા જંગલ ગામમાં શોકનું મોજું
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા તમામ મુસાફરો કપરાડા તાલુકાના આંબા જંગલ ગામના વતની હતા. તેઓ પોતાની ઈકો કારમાં સવાર થઈને કપરાડાથી નાનાપોંઢા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કુંભઘાટના વળાંક નજીક સામેથી આવતી ટ્રક સાથે ઈકો કારની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સાત લોકોનાં ઘટનાસ્થળે જ શ્વાસ થંભી ગયા હતા.

બચાવ કામગીરી અને ઈજાગ્રસ્તોની સ્થિતિ
અકસ્માતનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. લોખંડના પતરાં ચીરીને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતકોની યાદી

અકસ્માતમાં આંબાજંગલ ગામના વતનીઓનો સમાવેશ

1.કિશનભાઈ મહાદુભાઇ ગંગોડા 62 વર્ષ

2 .વિનોદભાઈ અનાજીભાઈ રાઉત 32  વર્ષ

3.ગણેશભાઇ લાસ્યાભાઈ મિસાલ 33  વર્ષ

4.નરેશભાઇ કિશનભાઈ પવાર  29 વર્ષ

5.શિવરામભાઈ લાહનુંભાઇ  ઉંમરમાંગી

6.રમીલાબેન શિવરામભાઈ માંગી ઉંમર 31વર્ષ

અને એક મૃતકની ઓળખ હજી બાકી છે.