VALSAD / પારડી તાલુકાના કોલક ગામના યુવાનનું બાંગ્લાદેશમાં મોત
Valsad News : વસલાડ જિલ્લાના પારડી તાલુકાના કોલક ગામના યુવાનનું બાંગ્લાદેશમાં મો

Valsad News : વસલાડ જિલ્લાના પારડી તાલુકાના કોલક ગામના યુવાનનું બાંગ્લાદેશમાં મોત થયું છે. કોલક ગામનો યુવાન કૃણાલ ગંજાનંદ શિંદે થોડા દિવસ પહેલાં જ શિપ પર નોંકરી માટે બાંગ્લાદેશ ગયો હતો. બાંગ્લાદેશના પોર્ટ પર કાર્ગો શીપમાં કામ કરતી વેળાએ પડી જવાથી કૃણાલને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.
યુવાનનું તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,જ્યાં તબીબોએ કૃણાલને મૃત જાહેર કર્યો હતો. કૃણાલના લગ્ન 2023માં જ થયા હતા. ઘટનાને પગલે કૃણાલના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.




