VIDEO: વડોદરા: મકરપુરા GIDCની કંપનીમાં કરંટ લાગવાથી યુવકનું મોત
સોર્સ : GSTV
વડોદરાના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં કરંટ લાગતાં એપ્રેન્ટિસ તરીકે કામ કરતા યુવકનું દુઃખદ મોત થયું છે. હર્ષ સહાની નામના યુવકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું નિધન થયું હતું. પરિવારનો એકમાત્ર પુત્ર અને આધારસ્તંભ ગણાતા હર્ષના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે પડોશીઓમાં પણ દુઃખ અને અરેરાટી વ્યાપી છે. ઘટનાને લઈને કંપનીની બેદરકારીના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે અને કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. મકરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

