Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Gross negligence of the administration in Vadodara: Lakhs of gallons of water wasted on Makarpura Road for 6 days, officials asleep!

VIDEO: વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી: મકરપુરા રોડ પર 6 દિવસથી લાખો ગેલન પાણીનો વેડફાટ, અધિકારીઓ નિદ્રાધીન!

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તીવ્ર અછત જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના મકરપુરા મેઈન રોડ પર છેલ્લા 6 દિવસથી પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે લાખો ગેલન શુદ્ધ પાણી રસ્તા પર વહીને વેડફાઈ રહ્યું છે.

App Store

6 દિવસથી તંત્ર નિદ્રાધીન
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, મકરપુરા મેઈન રોડ પર થયેલા આ ભંગાણ અંગે તંત્રને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં, છેલ્લા છ દિવસથી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખો ગેલન પીવાનું પાણી ગટરમાં જઈ રહ્યું છે, છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે.

પાણી માટે વલખા મારતી જનતા
વડોદરાના ઘણા વિસ્તારો એવા છે જ્યાં લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી અથવા ઓછા દબાણથી મળે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે મુખ્ય લાઈનોમાં ભંગાણ સર્જાય અને દિવસો સુધી તેનું સમારકામ ન થાય, ત્યારે તંત્રની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉભા થાય છે. 40 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં પાણીની કિંમત સમજવાને બદલે અધિકારીઓની આ બેદરકારી જનતા માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહી છે.

સ્થાનિકોનો ઉગ્ર વિરોધ
મકરપુરા વિસ્તારના લોકોમાં આ બાબતે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. જો આગામી 24 કલાકમાં આ લાઈનનું સમારકામ કરવામાં નહીં આવે, તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે, લાખો ગેલન પાણી વેડફાયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઊંઘ ક્યારે ઉડે છે.