Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara news: Murder accused in Savli commits suicide at Bhadarwa police station

Vadodara news: સાવલીમાં હત્યાના આરોપીએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં કર્યો આપઘાત

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Vadodara news: સાવલીમાં હત્યાના આરોપીએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં કર્યો આપઘાત
સોર્સ : GSTV

ગુજરાતના વડોદરાના સાવલીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સાવલીમાં ભાદરવા પોલીસ મથકમાં આરોપીએ આત્મહત્યા કરી છે. આરોપીએ પોલીસ કસ્ટડીમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આરોપીનું નામ નિરાલા પ્રસાદ છે.

App Store

 નિરાલા પ્રસાદ વિશ્વનાથ કનકર 25 વર્ષ આગાઉ પોતાની પત્નીની હત્યા કરીને ઉત્તરપ્રદેશ ફરાર

મળતા અહેવાલ પ્રમાણે નિરાલા પ્રસાદ વિશ્વનાથ કનકર 25 વર્ષ આગાઉ પોતાની પત્નીની હત્યા કરીને ઉત્તરપ્રદેશ ફરાર થયો હતો. UPમાં કુશીનગર જિલ્લામાં અન્ય મહિલા સાથે તે વસવાટ કરતો હતો.  ગત બુધવારે લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે 25 વર્ષ પહેલાનો આરોપી કુશીનગર જિલ્લામાં વસવાટ કરે છે,

SDM સહિત પોલીસ ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા

પોલીસે બાતમીના આધારે 25 વર્ષથી ફરાર આરોપીને પોલીસ ઝડપી લાવી હતી. બનાવની જાણ થતા SDM સહિત પોલીસ ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા, મળતા અહેવાલ પ્રમાણે FSLની ટીમ પણ પોલીસ સ્ટેશન પર જઈને તપાસ આદરી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા  મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.

વડોદરામાં કસ્ટોડિયલ ડેથની બીજી ઘટના

નોંધનીય છે કે, વડોદરામાં લોકઅપમાં આપઘાતની આ બીજી ઘટના છે. અગાઉ શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ પત્ની સાથેના ઝઘડા બાદ અટકાયત કરાયેલા રમેશ વસાવા નામના શખ્સે સ્વેટરની દોરી વડે લોકઅપના શૌચાલયમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બંને ઘટનાઓએ પોલીસ સ્ટેશનના લોકઅપમાં કેદીઓની સુરક્ષા અને નિરીક્ષણ સામે સવાલો ઊભા કર્યાં છે.