VIDEO : Vadodaraના અલાદપુરામાં ફાર્મ હાઉસમાંથી યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો
સોર્સ : gstv
વડોદરાના વરણામા પાસે આવેલા અલાદપુરા ગામમાં ભુપેન્દ્ર પટેલના ફાર્મ હાઉસમાંથી રાજેન્દ્ર ઠાકોર નામના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ વરણામા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક વિગતો મુજબ સામાન્ય સિંગલ ફેસને બદલે ઝટકા મશીનના તારમાં થ્રી-ફેસનો હાઈ વોલ્ટેજ કરંટ હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાની ચર્ચાઓ જાગી છે. આ મામલે યુવકની હત્યા થઈ છે કે આત્મહત્યા તે રહસ્ય હજુ અકબંધ છે, ત્યારે પરિવારજનોએ આ ઘટનામાં કોઈ કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી નિષ્પક્ષ તપાસ અને ન્યાયની ઉગ્ર માંગ કરી છે.

