Vadodara હાઈવે નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો ઈજાગ્રસ્ત

સોર્સ : GSTV
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા હાઇવે નજીક ટ્રક અને સુરત પાસિંગની એક કાર વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર બે લોકોના મોતની આશંકા છે, જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર વડોદરા હાઇવે નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આ દુર્ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક અને સુરત પાસિંગની કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જે બાદ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

