Ahmedabad news: વૈષ્ણોદેવી સર્કલ પાસે એક્ટિવા અને ડમ્પર વચ્ચે અકસ્માત, એક્ટિવાચાલકનું સળગી જતા મોત

Ahmedabad news: સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા વૈષ્ણોદેવી સર્કલ પાસે સરદારધામ એસ.પી. રિંગ રોડ પર એક્ટિવાચાલક અને ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જે બાદ એક્ટિવામાંથી પેટ્રોલ ટાંકી લીક થતા લાગેલી આગમાં એક્ટિવાચાલકનું સળગી જતા તેનું કરૂણ મોત થયું હતું. આગને લીધે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા 4 ગાડીઓ ઘટનાસ્થળે જઈ આગ કાબૂમાં લીધી હતી. આગ લાગતા રેતી ભરેલા ડમ્પરનો આગળનો ભાગ સળગી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના એસ.પી.રિંગ રોડ પર આવેલા વૈષ્ણોદેવી સર્કલ નજીક રવિવાર સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા રેતી ભરેલા ડમ્પર નીચે આવી ગયું હતું. જે બાદ એક્ટિવામાંથી પેટ્રોલ લીક થતા ભીષણ આગ લાગી ગઈ હતી. જેમાં એક્ટિવાચાલક પણ સળગીને ઘટનાસ્થળે ભડથું થઈ ગયો હતો. જ્યાં તેનું મોત નિપજયું હતું. રેતી ભરેલા ડમ્પરનો આગળનો ભાગ પણ સળગ્યો હોવાનું સામે આવ્યું હતું.
હાઈવે પર ટક્કર બાદ ઘટનાસ્થળે આગ લાગતા આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડને કોલ મળતા 4 ગાડીઓ ઘટનાસ્થળે જઈને ફાયરની ટીમ દ્વારા આગ બુજાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે, ડમ્પર સંપૂર્ણ પણે રેતીથી ભરેલું જોવા મળ્યું હતું. કુલ 4 ગાડીઓ આવી પહોંચી અને પાણીનો મારો ચલાવીને ડમ્પરમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. સાથે જ ડમ્પર નીચે આવી ગયેલા એકટીવા ચાલકનુ ડમ્પરમા લાગેલી ભીષણ આગમાં કરુણ મોત નીપજતા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે બાદ ટ્રાફિક પોલીસે ડમ્પરચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

