Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Accident in Gujarat: A series of 'gojaro' road accidents took place in the state on Saturday, 3 people died, 14 injured

Accident in Gujarat: રાજ્યમાં શનિવાર બન્યો 'ગોઝારો' માર્ગ અકસ્માતોનો સીલસીલો, 3 લોકોનાં મોત, 14 ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Accident in Gujarat: રાજ્યમાં શનિવાર બન્યો 'ગોઝારો' માર્ગ અકસ્માતોનો સીલસીલો, 3 લોકોનાં મોત, 14 ઘાયલ
સોર્સ : GSTV

Accident in Gujarat: રાજ્યમાં શનિવાર માર્ગ અકસ્માતોની લાંબી વણઝાર લાગી હતી. એક પછી એક જિલ્લામાં સતત માર્ગ અકસ્માતો થયા હતા આ વિવિધ અકસ્માતમાં કુલ 3 લોકો મોતને ભેટયા હતા. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર એક ટેમ્પો પલટી ખાઈ જતા બગોદરા પોલીસ સ્ટેશનના એએસઆઈ ગંભીરસિંહ સોલંકીનું નિધન થયું હતું. જ્યારે ટેમ્પોચાલકને ઈજા થઈ હતી. પોલીસકર્મીના દુઃખદ મોતથી પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. જ્યારે ડભોઈ તાલુકાના પણસોલી પાસે અકસ્માતની ઘટનામાં બાઈકસવાર બે યુવાન મોતને ભેટયા હતા. આ સિવાય અન્ય જિલ્લાઓમાં જુદાજુદા અકસ્માતો સર્જાયા હતા. જેમાં કુલ 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

App Store

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં શનિવાર ગોઝાર સાબિત થયો હતો. જેમાં જુદાજુદા જિલ્લાઓમાં ગમખ્વાર અકસ્માતોનો સીલસીલો યથાવત્ રહ્યો હતો. માર્ગ અકસ્માતો સર્જાતા 3 લોકોનાં મોત થયા હતા જયારે 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

 અન્ય એક અકસ્માત જેમાં ધ્રોલ-જામનગર હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર અથડાયા હતા. જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્યમાં આવેલા બાવળા-બગોદરા હાઈવે પર લોડિંગ ટેમ્પો  ભાયલા ગામ પાસે રસ્તામાં પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ASI ગંભીરસિંહ દાનુભા સોલંકીનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જેથી પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.વડોદરા શહેરમાં શનિવારે કુલ બે અકસ્માત સર્જાયા હતા. જેમાં શહેરમાં  આવેલા ઓલ્ડ પાદરા રોડ અટલ બ્રિજ ખાતે શનિવારે સવારે અકસ્માત થયો હતો. જેમાં કાર અને ટુવ્હીલર વચ્ચે એક્સિડેન્ટ થયો હતો. જો કે, આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

આ સિવાય વડોદરા શહેરના રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે ખાડાને લીધે વૃદ્ધ દંપતીનું સ્કૂટરનું વીલ અટવાઈ જતા બંને નીચે પટકાયા હતા. જેમાં વૃદ્ધાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

વડોદરા મનપાના કમિશનરના આદેશને અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. મુખ્ય માર્ગ પર પડેલા આ ખાડાના કારણે અનેક વાહન ચાલકોને અકસ્માત નડ્યો છે. ઉદાસીન વડોદરા પાલિકા તંત્ર સામે લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વધુ એક અકસ્માત ડભોઈમાં થયો જેમાં ડભોઈ તાલુકાના પણસોલી ગામ પાસે અકસ્માતની ઘટનામાં બાઈકસવાર બે યુવાનના મોત  થયા હતા. પણસોલી ગામ પાસે રોડ પાસે ઉભી રહેલી ટ્રકમાં બાઈકસવાર ઘૂસી જતા ઘટના પર જ બે યુવાનોના કરુણ મોત નીપજયા હતા.