VIDEO: વડોદરાના વાડી વિસ્તારમાં મકાનની છત ધરાશાયી: કાટમાળમાંથી બે લોકોનું સફળ રેસ્ક્યુ
વડોદરાના વાડી વિસ્તારમાંથી એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક ૧૦0 વર્ષ જૂના જર્જરિત મકાનની છત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. મકાનની છત તૂટી પડવાના કારણે ઘરની અંદર હાજર બે લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે વડોદરા ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી.માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા બંને નાગરિકોને જીવતા અને સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા.આ અકસ્માતમાં બંને વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઈ હોવાથી, તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગંભીર દુર્ઘટનાની જાણ થતાં જ વાડી પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

