Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Indian Railways: Blocked for engineering work at Vadodara station, some Ahmedabad passenger trains will be affected

Indian Railways: વડોદરા સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક, અમદાવાદની કેટલીક પેસેન્જર ટ્રેનો પ્રભાવિત રહેશે

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Indian Railways: વડોદરા સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક, અમદાવાદની કેટલીક પેસેન્જર ટ્રેનો પ્રભાવિત રહેશે
સોર્સ : GSTV

Indian Railways: પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર લાઈન નં. 3 પર એન્જિનિયરિંગ (કમ્પ્લીટ ટ્રેક રિન્યૂઅલ) કાર્ય માટે 26 ડિસેમ્બર 2025થી 25 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ મંડળથી ચાલતી કેટલીક પેસેન્જર ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત ટ્રેનોની વિગત નીચે મુજબ છે :–

App Store

શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો

1. ટ્રેન નં. 69108 અમદાવાદ–વડોદરા મેમુ તારીખ 26.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન બાજવા–વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2.    ટ્રેન નં. 69102 અમદાવાદ–વડોદરા મેમૂ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન બાજવા–વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
3.    ટ્રેન નં. 19036 અમદાવાદ–વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન બાજવા–વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થનારી ટ્રેનો

1.    ટ્રેન નં. 69107 વડોદરા–અમદાવાદ મેમુ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન થી શોર્ટ ઓરિજિનેટ થશે તથા વડોદરા–બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2.    ટ્રેન નં. 19035 વડોદરા–અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન થી શોર્ટ ઓરિજિનેટ થશે તથા વડોદરા–બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

પ્રવાસીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.