Gold and Silver Rate: નવા વર્ષે સોના-ચાંદી ખરીદી અંગે જાણો, નિષ્ણાતોનું મંતવ્ય

Gold and Silver Rate: હાલ સોનાના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે.

Gold and Silver Rate: નવા વર્ષે સોના-ચાંદી ખરીદી અંગે જાણો, નિષ્ણાતોનું મંતવ્ય

Gold and Silver Rate: હાલ સોનાના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. જૂના ભાવે જે રોકાણકારોએ સોનું લીધું છે તેમના માટે 'સોને પે સુહાગા'વાળી કહેવત સાચી ઠરી છે. વર્ષ 2025 સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે ખૂબ જ ફળદાયી સાબિત થયું છે. કારણ કે મોટો નફો રળીને આપ્યો છે. હવે સોના-ચાંદીને ફરી લોકો ભરોસાપાત્ર રોકાણ તરીકે જોઈ રહ્યા છે.

એક વર્ષમાં સોના ચાંદીએ કેટલા ટકા રિટર્ન આપ્યું?
એક રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બર 2024માં ચાંદીની કિંમત માત્ર 85,146 રૂપિયા પ્રતિ કિલો હતી. એક વર્ષના સમયગાળામાં તેની કિંમતમાં આશરે 144 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. હાલ ચાંદીની કિંમત 2 લાખ 20 હજારથી વધુ ચાલી રહી છે. તો બીજી બાજુ સોનાના ભાવમાં પણ લગભગ 73 ટકા જેટલી તેજી આવી છે. સોના ચાંદીનું ચડતું બજાર જોઈને લોકોના મનમાં એક મોટો પ્રશ્ન છે કે શું વર્ષ 2026માં પણ સોનું અને ચાંદીની ચમક આવી જ રહેશે કે ચિત્ર બદલાશે?

જાહેરાત

વર્ષ 2026 માટે કેવું અનુમાન?
શેર એન્ડ સ્ટોક બ્રોકર્સના ડાયરેક્ટરના અનુમાન મુજબ '2026માં પણ સોનું અને ચાંદી બંને મજબૂત સ્થિતિમાં રહી શકે છે, જોકે વળતરની ગતિ 2025ની સરખામણીમાં થોડી સામાન્ય રહી શકે છે. નીચા વ્યાજ દરો અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ સોનાને સ્થિર રાખી શકે છે, જ્યારે ઔદ્યોગિક માંગને કારણે ચાંદી વળતરની બાબતમાં સોના કરતા આગળ નીકળી શકે છે.' જો સરળ રીતે સમજીએ તો વર્ષ 2026માં સોના કરતાં ચાંદી સારું રિટર્ન આપી શકે છે.  તો IBJAના પ્રમુખની ધારણા પ્રમાણે આગામી સમયમાં સોનું 1.50 લાખથી 1.65 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. સાથે જ ચાંદીમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી શકે છે અને તેના ભાવ 2.30 લાખથી 2.50 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી જવાની સંભાવના છે.

બે મુખ્ય કારણોથી સોના ચાંદીમાં તેજી
અહીં એક પ્રશ્ન લોકોને મૂંઝવી રહ્યો છે કે સોના-ચાંદીના ભાવ કેમ આસમાને જઈ રહ્યા છે. તેના જવાબમાં અનેક કારણો જવાબદાર છે. એક તરફ વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે જેની કારણે વિશ્વના બજારમાં ગોલ્ડ હવે નામથી રાજ કરી રહ્યું છે.  બીજી તરફ ઔદ્યોગિક અને ફેક્ટરી સેક્ટરમાં ચાંદીની માંગમાં તીવ્ર વધારો આવ્યો છે જેને કારણે તે પણ ચમકી રહી છે. આ જ બે મુખ્ય કારણો છે જેના લીધે બંને ધાતુઓ રોકાણકારોને આકર્ષી રહી છે.

સોનું લેવું સારું કે ચાંદી?
સોના અને ચાંદીમાં રોકાણ કરવા માટે એક નિષ્ણાતની સલાહ છે કે સોનામાં લાંબા ગાળા માટે SIP કરવી એ સમજદારીભર્યું પગલું કહી શકાય, સોનું રોકાણને સ્થિરતા આપે છે, જ્યારે ચાંદીમાં વધુ નફો કમાવવાની શક્યતા રહે છે. તો બીજા નિષ્ણાતે ચાંદી પર વજન આપ્યું છે અને જણાવ્યું છે કે 'ચાંદીમાં SIP દ્વારા રોકાણ કરી શકાય. ચાંદીના ભાવમાં તીવ્ર વધઘટ થતી હોય છે, આવી સ્થિતિમાં SIP જોખમને સંતુલિત કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.' 

આ સમાચાર શેર કરો

જાહેરાત