Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : MP touches DEO leader's feet at Khel Mahotsav, political debate gains momentum

Vadodara news: સાંસદ ખેલ મહોત્સવમાં DEO નેતાના પગે લાગ્યા, રાજકીય ચર્ચાએ જોર પકડયું

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Vadodara news: સાંસદ ખેલ મહોત્સવમાં DEO નેતાના પગે લાગ્યા, રાજકીય ચર્ચાએ જોર પકડયું
સોર્સ : GSTV

Vadodara news: વડોદરા શહેરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલ મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે ચં.ચી. મહેતા ઓડિટોરિયમ ખાતે વિધાનસભાના દંડક મંચ પર ઉપસ્થિત હતા ત્યારે કાર્યક્રમમાં આવી પહોંચેલા ક્લાસ વન ઓફિસર જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ વિધાનસભા દંડક બાળુ શુક્લને ચરણ સ્પર્શ કરતા અધિકારીઓ અને ઉપસ્થિત રાજકારણીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

App Store

તાજેતરમાં શહેરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં અઢી લાખ જેટલા ખેલાડીઓ વિવિધ રમતો રમ્યા હતા. આ ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચ.ચી.મહેતા ઓડિટોરિયમ ખાતે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાઇને વિવિધ રમતોમાં સિદ્ધિ પ્રાપ્ત રમતવીરોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. 
 
સાંસદ ખેલ મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે ઓડિટોરિયમના હોલમાં મંચ પર વિધાનસભા દંડક બાળુ શુક્લ, રાજ્યમંત્રી મનીષા વકીલ, શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુ, યુનિ. વીસી ઉપસ્થિત રહ્યા હતા. 

આ દરમિયાન કાર્યક્રમમાં આવી પહોંચેલા ક્લાસ વન ઓફિસર ડીઇઓ મહેશ પાંડે પણ આવી પહોંચ્યા હતા. મંચ પર પહોંચેલા ક્લાસ વન ઓફિસર ડીઇઓ મહેશ પાંડે સીધા મંચ પર પહોંચ્યા હતા, જ્યાં ઉપસ્થિત વિધાનસભા દંડક બાળુ શુક્લને ચરણ સ્પર્શ કરતા અન્ય સૌ મહાનુભાવો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મંચ પર ઉપસ્થિત વિધાનસભા દંડક બાળુ શુક્લને ક્લાસ વન ઓફિસર ડીઈઓ મહેશ પાંડેએ ચરણ સ્પર્શ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો.