Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : https://gstv/vadodara-cricketer-ashish-sharma-canal-death

વડોદરામાં શોકનું મોજું: ભીમપુરા કેનાલમાં પગ લપસી જતાં આશાસ્પદ ક્રિકેટર આશિષ શર્માનું કરુણ મોત

Timeછેલ્લું અપડેટ : 05 Mar 2026
લાઇવ ટીવીGoogle News
વડોદરામાં શોકનું મોજું: ભીમપુરા કેનાલમાં પગ લપસી જતાં આશાસ્પદ ક્રિકેટર આશિષ શર્માનું કરુણ મોત
સોર્સ : GSTV

સંસ્કારી નગરી વડોદરામાં ધૂળેટીના પર્વની ઉજવણી વચ્ચે એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. શહેરના ભીમપુરા કેનાલ પાસે પગ લપસી જવાથી એક આશાસ્પદ યુવા ક્રિકેટરનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વડોદરાના ક્રિકેટ જગત અને સ્થાનિક વિસ્તારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

App Store

જાણો આખો મામલો
વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલી ચંદ્રમૌલેશ્વર નગરમાં રહેતો આશિષ શર્મા પોલો ક્લબ ક્રિકેટ એકેડમી (SRP ગ્રાઉન્ડ)માં ક્રિકેટ રમતો હતો અને એક તેજસ્વી ખેલાડી તરીકે ઉભરી રહ્યો હતો. ધૂળેટીના દિવસે આશિષ તેના બે મિત્રો સાથે ભીમપુરા કેનાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ચાલતા જતા સમયે અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મિત્રોએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તે લાપતા થયો હતો.

ફાયર બ્રિગેડની કામગીરી
ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તરવૈયાઓએ કેનાલના ધસમસતા પ્રવાહમાં ભારે જહેમત ઉઠાવી હતી. કલાકોની જહેમત બાદ આશિષ શર્માનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું.

ક્રિકેટ જગતમાં શોક
આશિષના અકાળે અવસાનથી પોલો ક્લબ ક્રિકેટ એકેડમીના સાથી ખેલાડીઓ અને કોચ સ્તબ્ધ થઈ ગયા છે. એક ઉભરતા સ્ટારને વડોદરાએ ગુમાવ્યો હોવાની લાગણી સૌ વ્યક્ત કરી રહ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.