VIDEO: નર્મદામાં પ્રથમવાર નવા નીર આવતા ભક્તોમાં ખુશી
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયેલા સારા વરસાદના પગલે ડભોઇ અને આસપાસના વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસના સંખેડા તાલુકાના ઉચ્છ કેચમેન્ટ વિસ્તારમાં થયેલી ભારે વર્ષાને કારણે ઉચ્છ અને ઓરસંગ નદીના પાણી નર્મદામાં ભળતા, દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદીમાં આ સિઝનમાં પ્રથમવાર નવા નીર આવ્યા છે. નર્મદાના શુદ્ધ જળ ડહોળા થયા હોવા છતાં, નદીમાં નવા પાણીની આવક થતા પંથકવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે અને આ કુદરતી દ્રશ્યોને નિહાળવા માટે લોકો ઉમટી પડ્યા છે.

